2 Samuel 12:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેના ચાકરોએ તેને કહ્યું કે, "શા માટે તેં આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ જયારે બાળક મરી ગયું ત્યારે તેં ઊઠીને ખોરાક ખાધો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના અધિકારીઓએ તેને કહ્યું, “આ તો અમારી સમજમાં આવતું નથી. બાળક જીવતું હતું ત્યારે તમે તેને માટે રડતા હતા અને ખાતા નહોતા. પણ તેના મૃત્યુ પછી તરત જ ઊઠીને જમ્યા?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેના ચાકરોએ તેને કહ્યું, “તમે આ જે કર્યું તે શું છે? બાળકના જીવતાં તમે ઉપવાસ તથા વિલાપ કરતા હતા. પણ બાળક મરી ગયું પછી તમે ઊઠીને અન્ન ખાધું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદના ચાકરો વિસ્મય પામ્યા, તેમણે તેને પૂછયું, “આ કેવું? જયારે છોકરો જીવતો હતો ત્યારે તમે અન્ન ત્યાગ કર્યો અને તેને માંટે રડ્યા, પરંતુ અત્યારે હવે તે મૃત્યુ પામ્યો, ત્યારે તમે ઊઠીને ખાધું!”