2 Samuel 12:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યોઆબે દાઉદ પાસે સંદેશાવાહકો મોકલીને કહ્યું કે, "હું રાબ્બા સામે લડ્યો છું અને મેં તે નગરનો પાણી પુરવઠો નિયંત્રિત કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે દાવિદને અહેવાલ મોકલવા સંદેશકો મોકલ્યા: “મેં રાબ્બા પર હુમલો કરીને તેનો પાણી પુરવઠો કબજે કરી લીધો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યોઆબે દાઉદ પાસે માણસો મોકલીને કહાવ્યું, “મેં રાબ્બા પર હલ્લો કર્યો છે, હા મેં તેનું જળનગર કબજે કર્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબે સંદેશવાહકો મોકલીને દાઉદને સંદેશો મોકલ્યો: “મેં રબ્બાહ ઉપર હુમલો કર્યો છે અને પાણીના નગરને કબજે કર્યુ છે.