2 Samuel 12:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે ત્યાંના રાજા મોલોખનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો- તે મુગટ સુવર્ણનો હતો. તેનું વજન એક તાલંત સોના જેવું હતું, તેમાં મૂલ્યવાન પાષાણો જડેલાં હતાં. તે મુગટ દાઉદને માથે મૂકવામાં આવ્યો. પછી તે નગરમાંથી મોટા પ્રમાણમાં લૂંટ લઈને બહાર આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ્મોનીઓના રાજાના માથા પરથી દાવિદે સુવર્ણમુગટ લઈ લીધો. તેનું વજન 35 કિલોગ્રામ જેટલું હતું અને તેમાં મૂલ્યવાન રત્ન હતું. દાવિદે તે મુગટ લઈને પોતાના માથા પર મૂક્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેઓના રાજાનો મુગટ તેને માથેથી ઉતારી લીધો, તે વજનમાં એક તાલંત સોનાનો હતો, ને મૂલ્યવાન રત્નો [તેમાં જડેલાં હતાં]. અને ને દાઉદના માથે મૂકવામાં આવ્યો. અને તે નગરમાંથી પુષ્કળ લૂટ મેળવીને તે બહાર આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે નગરમાંથી પુષ્કળ લૂંટ યરૂશાલેમ લઈ જવામાં આવી. રબ્બાહના રાજાનો મૂલ્યવાન રત્નો જડેલો એક તાલંત સોનાનો મુગટ દાઉદે પોતાના માંથા પર મૂકયો.