2 Samuel 12:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમાંના લોકોને બહાર લાવીને તેણેતેમની પાસે કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ વડે મજૂરી કરાવી, ને ઈંટોની ભઠ્ઠીઓમાં તેમની પાસે કામ કરાવ્યું. આમ્મોનપુત્રોનાં બધાં નગરોને પણ તેણે એજ પ્રમાણે કર્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરુશાલેમમાં પાછા આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.