2 Samuel 13:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આમ્નોને તામારને કહ્યું, "ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં." પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે કહ્યું, “પોળીઓ અહીં મારા શયનગૃહમાં મારી પથારી પાસે લાવ અને તું પોતે પીરસ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમ્મોને તામારને કહ્યું, “ખાવાનું શયનગૃહમાં લાવ કે, હું તારા હાથ ખાઉં.” પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તામાર પોતાના ભાઈ આમ્નોન પાસે શયનગૃહમાં લાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે તામાંરને કહ્યું, “હવે અહીં માંરા શયનખંડમાં ખાવાનું લઈ આવ, જેથી હું તારે હાથે ખાઈ શકું.” આથી તામાંરે પોતે બનાવેલી ભાખરી અંદરના ઓરડામાં તેના ભાઈ આમ્નોન પાસે લઈ ગઈ.