2 Samuel 13:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તામારે પોતાના માથા પર રાખ નાખી અને તેણે પહેરેલું વસ્ત્ર ફાડ્યું. તે પોતાના હાથ માથા પર મૂકીને પોક મૂકીને રડતી રડતી ચાલી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પોતાના માથા પર રાખ નાખી, પોતાનો ઝભ્ભો ફાડી નાખ્યો અને પોતાના હાથથી મોં ઢાંકીને રડતી રડતી જતી રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તામારે પોતાના માથા પર રાખ નાખી, ને પોતે પહેરેલું નવરંગી વસ્‍ત્ર ફાડ્યું. અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તામાંરે પોતાનાં વસ્ત્રો ફાડયાં, પોતાના માંથામાં રાખ નાખી અને બંને હાથ પોતાના માંથા ઉપર મૂકી જોરથી પોક મૂકી રડતી રડતી તે ચાલી ગઈ.