2 Samuel 13:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ દાઉદના ભાઈ, શિમઆના પુત્ર, યોનાદાબે દાઉદને કહ્યું, "મારા માલિક એવું માની લેવાની જરૂર નથી. આબ્શાલોમે રાજાના સર્વ જુવાન દીકરાઓને મારી નાખ્યા છે, તમામને નહિ ફક્ત આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે. જે દિવસે આમ્નોને તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો, ત્યારથી આબ્શાલોમે આ તરકટ રચ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાદાબે કહ્યું, “નામદાર, તેમણે તમારા બધા જ પુત્રોને મારી નાખ્યા નથી. માત્ર આમ્નોન મરણ પામ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો ત્યારથી જ તેણે આમ કરવાનો નિર્ધાર કર્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદના ભાઈ શિમયાના પુત્ર યોનાદાબે [રાજાને] કહ્યું, “મારા મુરબ્બીએ એવું ન ધારવું કે તેઓએ સર્વ જુવાનોને એટલે રાજાના પુત્રોને મારી નાખ્યા છે, માત્ર આમ્નોન મરણ પામ્યો છે. જે દિવસે તેણે આબ્શાલોમની બહેન પર બળાત્કાર કર્યો, ત્યારથી તેણે કરેલા નિશ્ચય પ્રમાણે આ થયું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ દાઉદના ભાઈ શિમઆહના પુત્ર યોનાદાબે કહ્યું, “હે માંરા ધણી, માંરા રાજા, એમ ન માંનશો કે આપના બધા જ પુત્રો મરી ગયા છે. ફકત આમ્નોનને માંરી નાખ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાંરનું અપમાંન કર્યુ ત્યારથી આબ્શાલોમે તેનો બદલો લેવાનો નિશ્ચય કર્યો છે.