2 Samuel 13:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યોનાદાબે પોતાની વાત પૂર્ણ કરી અને તે જ સમયે રાજાના દીકરાઓ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ઊંચા અવાજે રુદન કર્યું. તેઓની સાથે રાજા અને તેના સર્વ ચાકરોએ પણ વિલાપ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે બોલી રહ્યો હતો એવામાં જ દાવિદના પુત્ર અંદર આવ્યા. તેઓ રડવા લાગ્યા અને દાવિદ અને તેના અધિકારીઓ પણ ખૂબ રડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે બોલી રહ્યો કે તરત એમ થયું, કે જુઓ, રાજાના પુત્રો આવી પહોંચ્યા, ને પોક મૂકીને રડ્યા. અને રાજા તથા તેની સાથે તેના સર્વ ચાકરો પણ બહુ રડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે બોલી રહ્યો તે જ ક્ષણે, રાજકુમાંરો આવી પહોંચ્યા. અને મોટેથી રડવા લાગ્યા. રાજા અને તેના બધા અમલદારો પણ ખૂબ રડવા લાગ્યા.