2 Samuel 14:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તે સ્ત્રીએ કહ્યું," શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેમને કહ્યું, “તો પછી આપ, ઈશ્વરના લોકનું અહિત કેમ કરો છો? કારણ, પરદેશમાં ભાગી ગયેલા તમારા પુત્રને તમે પાછો બોલાવતા નથી. આમ, તમારા શબ્દો જ તમને દોષિત ઠરાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સ્ત્રીએ કહ્યું, “તો ઈશ્વરના લોકની વિરુદ્ધ તમે એવી યુક્તિ કેમ રચી છે? કેમ કે એ વચન ઉચ્ચારતાં રાજા પોતે અપરાધી જેવા ઠરે છે, કારણ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા માણસને પાછા ઘેર તેડાવતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તે સ્ત્રી બોલી, “તો પછી આપે આવી યોજના દેવના લોકો વિરુદ્ધ શા માંટે રચી છે? આપે આપના જે પુત્રને ઘર છોડવા જબરદસ્તી કરી હતી તેને પાછા લાવ્યા નથી. આપ જે કહો છો તેમાં આપ પોતે જ પોતાને ગુનેગાર ઠરાવો છો.