2 Samuel 14:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યોઆબે તકોઆમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, "કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્‍ત્રીને તેડાવીને તેને કહ્યું, “કૃપા કરીને તું શોક પાળનારનો વેષ ધારણ કરીને, ને શોકનાં વસ્‍ત્ર પહેરીને, તારે અંગે તલ ન લગાડતાં મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાળનાર સ્‍ત્રીના જેવી થા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેણે તકોઓમાંથી એક ચતુર સ્ત્રીને તેને મળવા લઇ આવવા સંદેશો મોકલ્યો. તેને કહ્યું, “તું શોકમાં હોય તેવો ઢોંગ કરજે. શોકનાં વસ્ત્રો ધારણ કરજે. તું લાંબા સમયથી શોકમાં છે તેવો તારો દેખાવ અને વર્તન રાખજે.