2 Samuel 14:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્શાલોમ સૌંદર્યની બાબતમાં અત્યંત પ્રશંસનીય હતો, આખા ઇઝરાયલમાં તેના જેવો કોઈ સુંદર યુવાન નહોતો. માથાથી પગ સુધી તેનામાં કંઈ ખોડખાંપણ નહોતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આખા ઇઝરાયલમાં સૌંદર્યની બાબતમાં કોઈ પણ માણસ આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો.