2 Samuel 14:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના વાળ ઘણા ભરાવદાર હતા. તે ઘણા વધી જતા અને તેનો ભાર લાગતા તેણે વર્ષમાં એકવાર વાળ કપાવવા પડતા હતા. રાજવી તોલમાપ પ્રમાણે તેનું વજન બે કિલોગ્રામથી વધારે થતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તે માથું મૂંડાવતો, (દર વર્ષને અંતે તે મૂંડાવતો; પોતા પર [વાળનો] ભાર થતો, માટે તે મૂંડાવતો હતો;) ત્યારે તે પોતાના માથાના વાળ તોળતો, ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના વાળ બોજારૂપ બની જતા હતા ત્યારે તે દર વરસે વાળ ઉતરાવતો અને ત્યારે તે વાળનું વજન શાહી કાટલાં મુજબ આશરે પાંચ રતલ થતું.