2 Samuel 14:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, ''યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો." તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી આબ્શાલોમે તેના નોકરોને કહ્યું, “યોઆબનું ખેતર મારા ખેતરની નજીક જ છે અને એમાં જવનો પાક થયો છે. જાઓ, તેમાં આગ ચાંપો.” તેથી તેમણે જઈને ખેતરમાં આગ લગાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેણે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે, તેમાં તેના [ઊભા] જવ છે. તમે જઈને તેમાં આગ મૂકો.” અને આબ્શાલોમના ચાકરોએ તે ખેતરમાં આગ મૂકી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે આબ્શાલોમે પોતાના નોકરોને મોકલ્યા, “અને તેઓને જઈને આબ્શાલોમના ખેતરની પાસે આવેલા યોઆબના જવના ખેતરને બાળી નાખવાનું કહ્યું.” આથી આબ્શાલોમના નોકરોએ ખેતરોને બાળી નાખ્યાં.