2 Samuel 15:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, "ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તરવારથી હુમલો કરી નગરનો નાશ કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે પોતાના જે સવકો યરુશાલેમમાં તેની સાથે હતા, તે સર્વને કહ્યું, “ઊઠો, આપણે નાસી જઈએ. નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલદીથી પકડી પાડે, ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તરત જ દાઉદે પોતાના અમલદારોને કહ્યું, “આપણે અહીંથી તાબડતોબ ચાલ્યા જઈએ અને પલાયન થઇ જઇએ નહિ તો આબ્શાલોમ થોડી વારમાં જ અહીં આવશે, તે આપણને પકડશે, આપણો સંહાર કરશે અને યરૂશાલેમના લોકોને માંરી નાખશે.”