2 Samuel 15:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે રાજાએ ઇત્તાય ગિત્તીને કહ્યું કે, "અમારી સાથે તું પણ કેમ આવે છે? પાછો જા અને આબ્શાલોમ રાજા પાસે રહે, કેમ કે તું વિદેશી તથા દેશ નિકાલ થયેલો છે. તારી પોતાની જગ્યાએ પાછો જા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ તેમના આગેવાન ઇતાઇ ગિત્તીને કહ્યું, “તું અમારી સાથે શા માટે આવે છે? પાછો જા અને નવા રાજા સાથે રહે. તું તો પરદેશી છે અને પોતાના દેશથી દૂર નિરાશ્રિત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઇત્તાય ગિત્તીને રાજાએ કહ્યું “અમારી સાથે તમે પણ કેમ આવો છો? તમે પાછા જાવ, ને રાજા પાસે રહો; કેમ કે તમે પરદેશી ને વળી સ્વદેશવિયોગી છો; તમે પોતાને સ્થાને [પાછા જાવ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે રાજાએ ગાથથી આવેલા ઇત્તાયને કહ્યું, “અરે, તમે બધાં શા માંટે માંરી સાથે આવો છો? પાછા જાઓ અને નવા રાજા સાથે રહો; કારણ તમે બધાં પરદેશીઓ છો અને તમાંરા પોતાના દેશમાંથી આવેલા છો.