2 Samuel 15:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો. તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ પર્વતની ટોચ પર પહોંચ્યો ત્યારે ભક્તિસ્થાન પાસે તેને તેનો મિત્ર હુશાય આર્કી મળ્યો. તેનાં વસ્ત્ર ફાડી નાંખેલા અને માથા પર ધૂળ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[પર્વતના] શિખર પર, જ્યાં ઈશ્વરનું ભજન કરવામાં આવતું હતું ત્યાં દાઉદ આવ્યો, ત્યારે એમ થયુ, કે જુઓ, હુશાય આર્કી તેને મળવા આવ્યો. તેનો ડગલો ફાટેલો, ને તેના માથા પર ધૂળ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ ટેકરીના શિખર પર પહોંચ્યો જ્યાં તે દેવની ઉપાસના કરવા ઘણીવાર જતો હતો, ત્યાં તે તેના મિત્ર આકીર્ હૂશાયને મળ્યો. શોકમાં તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને માંથા પર ધૂળ નાખી હતી.