2 Samuel 16:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે દાઉદે અબિશાયને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે, "જુઓ, મારો દીકરો, જે મારાથી જનમ્યો હતો તે મારો જીવ લેવાને શોધે છે. તો હવે આ બિન્યામીની મારો વિનાશ કરવાની ઇચ્છા કરે એમાં શી નવાઈ? તેને એકલો રહેવા દો અને શાપ આપવા દે, કેમ કે ઈશ્વરે તેને તેમ કરવાની આજ્ઞા આપી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે અબિશાયને તથા પોતાના બધા ચાકરોને કહ્યું, “જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એમાં શી નવાઈ? તેને રહેવા દો, તે ભલે શાપ આપે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.