2 Samuel 16:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હુશાયે આબ્શાલોમને જવાબ આપ્યો, "નહિ! તેને બદલે જેને ઈશ્વરે, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યા, તેનો જ હું થઈશ અને તેની સાથે હું રહીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુશાયે જવાબ આપ્યો, “હું કેવી રીતે જાઉં? હું તો પ્રભુ, આ લોકો અને સર્વ ઇઝરાયલીઓએ પસંદ કરેલા માણસના પક્ષમાં છું. હું તમારી સાથે રહીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હુશાયે આબ્શાલોમને કહ્યું, “એમ નહિ, પણ જેને યહોવાએ, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યો છે, તેનો જ હું થઈશ, ને તેની જ મદદે રહીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, આ લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો જ હું થઈશ, ને તેના જ પક્ષમાં હું રહીશ.