2 Samuel 16:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ મહેલની અગાસી ઉપર તંબુ બાંધ્યાં અને આબ્શાલોમ સર્વ ઇઝરાયલીઓના દેખતા તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે ઊંઘી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેઓએ આબ્શાલોમને માટે ઘરના ધાબા પર તંબુ તાણ્યો. અને સર્વ ઇઝરાયલના જોતાં આબ્શાલોમ પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તે લોકોએ મહેલની અગાસી ઉપર માંડવો કર્યો અને સૌ ઇસ્રાએલીઓના દેખતાં તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે સૂતો.