2 Samuel 17:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, 'આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, હુશાયે તેમને કહ્યું, “તો હવે દાવિદને સત્વરે સંદેશો મોકલો કે તે વેરાનપ્રદેશમાં જવાના નદીના ઘાટે આજની રાત ગાળે નહિ, પણ તરત જ યર્દન નદી પાર ઊતરી જાય; જેથી તે અને તેના માણસો પકડાઈને માર્યા જાય નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે કોઈને જલદી મોકલીને દાઉદને કહેવડાવો, ‘આજ રાતે તમે રાન તરફના આરા પાસે પડાવ રાખશો નહિ, પણ ગમે તેમ કરીને પેલી બાજુ ઊતરી જાવ; નહિતો રાજા તથા તેમની સાથેના બધા માણસો [આબ્શાલોમનો] ભોગ થઈ પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.”