2 Samuel 17:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદ અને તેની સાથેના માણસો ઊઠ્યા અને યર્દન નદી પાર કરવા લાગ્યા. સૂર્યોદય થતાં પહેલાં તેઓમાંના સર્વ નદીમાંથી પ્રયાણ કરીને સામે પાર ચાલ્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદ અને તેના માણસોએ યર્દન નદી ઓળંગવા માંડી અને સવાર થતામાં તેઓ બધા નદી પાર ઊતરી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદને તેની સાથેના બધા લોક ઊઠીને યર્દનની પાર ઊતરી ગયા. સવારનું અજવાળુમ થતાં સુધીમાં, યર્દનની પાર ઊતર્યા વગર એક પણ માણસ રહી ગયો ન હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદ અને તેની સાથેના માંણસો યર્દન નદી ઓળંગવા લાગ્યા અને સૂર્યોદય થતાં પહેલાં બધા સામે પાર પહોંચી ગયા.