2 Samuel 17:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે હુશાય આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે આબ્શાલોમે તેને ખુલાસો કર્યો કે અહિથોફેલે આ પ્રમાણે કહ્યું છે અને હુશાયને પૂછ્યું, "શું અહિથોફેલના કહ્યા પ્રમાણે અમારે કરવું? જો ના હોય તો, શું કરવું તેની તું સલાહ આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહિથોફેલે આવી સલાહ આપી છે, આપણે એ સલાહ માનવી કે નહિ? જો ના, તો અમારે શું કરવું તે તું કહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હુશાય આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે આબ્શાલોમે તેને કહ્યું, “અહિથોફેલે આવું આવું કહ્યું છે; શું તેના કહેવા પ્રમાણે આપણે કરવું? જો નહિ, તો તું બોલ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હૂશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહીથોફેલ કહે છે, તે મુજબ અમે કરીએ? જો તેમ કરવું યોગ્ય ના હોય તો પછી શું કરવું તે તું જ કહે.”