2 Samuel 18:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આબ્શાલોમ વિષે ખબર આપનાર માણસને યોઆબે કહ્યું, "તેં તેને જોયો તો પછી તેં તેને શા માટે જમીનદોસ્ત કરી દીધો નહિ? જો એવું કર્યું હોત તો હું તને દસ-ચાંદીના સિક્કા અને એક કમરબંધ આપત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે જવાબ આપ્યો, “તેં તેને જોયો ત્યારે તેં તેને ત્યાં જ કેમ મારી ન નાખ્યો? મેં પોતે જ તને ચાંદીના દસ સિક્કા અને કમરપટ્ટો આપ્યાં હોત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું, “તેં તે જોયું? તો તેં તેને ત્યાં ને ત્યાં મારીને જમીનદોસ્ત કેમ કરી દીધો નહિ? તો તો હું તને દશ રૂપિયા ને એક કમરબંધ આપત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબે કહ્યું, “ખરેખર તેં જોયો? તો પછી તેં તેને શા માંટે માંરી નાખ્યો નહિ? મેં તને દસ-ચાંદીના સિક્કા અને એક પટ્ટો આપ્યો હોત,”