2 Samuel 18:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆબે તેને જવાબ આપ્યો, "આજે તું ખબર લઈને જઈશ નહિ; પણ તું તે ખબર લઈને બીજા કોઈ દિવસે જજે. તું આજે ખબર આપવા જઈશ નહિ કારણ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે કહ્યું, “ના. તું આજે શુભ સમાચાર લઈ જઈશ નહિ. બીજે કોઈક દિવસે તું એમ કરજે, પણ આજે નહિ; કેમ કે રાજાનો પુત્ર મરણ પામ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆબે તેને કહ્યું, “તું આજે ખબર લઈ જઈશ નહિ, પણ તું કોઈ બીજે દિવસે જજે; પણ આજે તો નહિ જ, કેમ કે રાજાનો દિકરો મરણ પામ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબે તેને કહ્યું, “આજે તારે ખબર કહેવા જવાનું નથી, જવું હોય તો કોઈ બીજા દિવસે જજે; આજે તો નહિ જ, કારણ, રાજકુમાંરનું અવસાન થયું છે.”