2 Samuel 18:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોટના દરવાજાના છત ઉપર ચઢીને આંખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ શહેરના અંદરના અને બહારના દરવાજાની વચ્ચેની જગ્યાએ બેઠો હતો. ચોકીદાર કોટની ટોચે ગયો અને દરવાજાના ધાબા પર બેઠો. તેણે બહાર જોયું તો એક માણસને દોડતો આવતો જોયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે દાઉદ બે દરવાજાની વચમાં બેઠેલો હતો. ચોકીદાર કોટના દરવાજા પરના ધાબા પર ચઢ્યો, ને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો એક માણસ એકલો દોડતો આવતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ નગરના બે દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર નગરના કોટ ઉપર ચઢી ગયો તેણે જોયું, તો જુઓ એક મૅંણસ એકલો દોડતો આવતો હતો.