2 Samuel 18:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોકીદારે પોકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, "જો તે એકલો હશે, તો તેની પાસે કોઈ સમાચાર હશે." તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે નીચે બૂમ પાડીને રાજાને વાત કરી. રાજાએ કહ્યું, “જો તે એકલો હોય તો તે શુભ સમાચાર લઈને આવતો હશે.” દોડનાર નજીકને નજીક આવતો ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું, “જો તે એકલો હોય, તો તેના મોંમાં સમાચાર હશે.” તે જલદી જલદી દોડતો પાસે આવી પહોંચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ કહ્યું, “જો તે મૅંણસ એકલો હોય તો ખબર લઈને આવે છે.” દોડનાર મૅંણસ નધ્કને નધ્ક આવતો જતો હતો.