2 Samuel 19:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેણે યહૂદિયાના સર્વ માણસોના હૃદય એક માણસનાં હૃદયની જેમ જીતી લીધાં. જેથી તેઓએ રાજાને સંદેશો મોકલ્યો, "તું અને તારા બધા માણસો પાછા આવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદના શબ્દોએ યહૂદિયાના સર્વ માણસોની સંપૂર્ણ વફાદારી જીતી લીધી અને તેમણે તેને તેના સર્વ અધિકારીઓ સાથે પાછા ફરવા સંદેશો મોકલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે યહૂદિયાના સર્વ માણસોનાં દિલ એક માણસ [ના દિલ] જેમ માનવી લીધાં; જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું, “તમે તથા તમારા સર્વ ચાકરો પાછા આવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે તેણે યહૂદાના લોકોના સર્વ કોઈનાં હૃદય જીતી લીધાં અને તેઓએ સૌએ સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “આપ અને આપના બધા માંણસોએ પાછા આવવું જ જોઇશે.”