2 Samuel 19:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી રાજા પાછો ફર્યો અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદિયાના લોકો તેને નદી પાર કરાવીને લઈને જવા માટે ગિલ્ગાલમાં આવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો, અને રાજાને મળવા માટે સામે જ ઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા માટે યહૂદિયા [ના માણસો] ગિલ્ગાલમાં આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.