2 Samuel 19:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે દાઉદે કહ્યું, "ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ દાવિદે અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “સરુયાના પુત્રો, મેં તમારું શું બગાડયું છે કે તમે આજે મારી વિરુદ્ધ પડયા છો? કોણે તમારો અભિપ્રાય માગ્યો છે? હું ઇઝરાયલનો રાજા છું અને આજે કોઈ ઇઝરાયલીને મારી નાખવાનો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે કહ્યું, “સરુયાના દિકરાઓ, તમારી સાથે મારે શી લેવા-દેવા છે કે, તમે આજે મારા વૈરી થયા છો? શું આજે ઇઝરાયલમાં કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇઝરાયલનો રાજા છું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરૂયાના પુત્રો, આજે માંરી સામે આવશો નહિ! આજનો દિવસ લોકોને મૃત્યુદંડ ફરમાંવવા માંટેનો નહિ પણ ખુશી અને આનંદિત થવાનો છે. હું ફરી એક વાર ઇસ્રાએલનો રાજા બન્યો છું.”