2 Samuel 19:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, "કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના માણસોએ જવાબ આપ્યો, “રાજા સાથે અમારે નિકટની સગાઇ છે તેથી અમે તેમ કર્યું છે. એમાં તમારે ખોટું લગાડવાની ક્યાં જરુર છે? રાજાએ અમારા ખોરાક માટે પૈસા આપ્યા નથી કે નથી તેમણે અમને કંઈ બક્ષિસ આપી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના સર્વ માણસોએ ઇઝરાયલના માણસોને ઉત્તર આપ્યો, “રાજા અમારા નિકટના સગા થાય છે તે માટે; આ બાબતમાં તમને રીસ કેમ ચઢે છે? શું અમે રાજાના પદરનું કંઈ ખાધું છે? અથવા શું તેમણે અમને કંઈ બક્ષિસ આપી છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહુદાના લોકોએ ઇસ્રાએલીઓને જવાબ આપ્યો, “આ માંટે તમે અમાંરી પર ગુસ્સે કેમ થાઓ છો? રાજા અમાંરા નજીકના સગા છે. અમે રાજાના ખચેર્ ખાવાનું ખાધું નથી અને રાજાએ અમને કોઈ ભેટસોગાદો આપી નથી?”