2 Samuel 19:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, "રાજામાં અમારા દસ ભાગ છે, દાઉદ પર તમારા કરતાં વધારે અમારો હક છે. તમે શા માટે અમને તુચ્છ ગણો છો? અમારા રાજાને પાછો લાવવા વિષે અમારી સલાહ કેમ લીધી નહિ શું અમે ન હતા?" પણ યહૂદિયાના માણસોના શબ્દો ઇઝરાયલી માણસોના શબ્દો કરતા વધારે ઉગ્ર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને ઉત્તર આપ્યો, “રાજામાં અમારા દશ ભાગ છે, વળી દાઉદમાં તમારા કરતાં અમારો [હક] વધારે છે. તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછા લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહિ?” અને યહૂદિયાના માણસોના બોલ ઇઝરાયલના માણસોના બોલ કરતાં વધારે જુસ્સાદાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓએ જવાબ આપ્યો, “અમાંરો રાજા ઉપર દસગણો વધારે હક્ક છે. તમે શા માંટે અમાંરી અવગણના કરી? રાજાને પાછો લાવવા વિષે વાત કરવાવાળા અમે પ્રથમ લોકો હતા.” યહૂદાના લોકોએ કઠોરતાથી જવાબ આપ્યો, તેઓના શબ્દો ઇસ્રાએલીઓના શબ્દો કરતાં વધારે કઠોર હતા.