2 Samuel 2:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સરુયાનો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળા પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબ, જેની માતાનું નામ સરુયા હતું, તે અને દાવિદના માણસો તળાવ આગળ સામસામે આવી ગયા. ત્યાં તેઓ સૌ બેસી ગયા; એક જૂથ તળાવની એક તરફ અને બીજું જૂથ તળાવની બીજી તરફ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.