2 Samuel 20:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆબના લોકોએ આવીને આબેલ-બેથ-માઅખાહમાં તેને ઘેરીને પકડી લીધો. તેઓએ નગરની દિવાલની સામે માટીનો ઢગલો ઊભો કર્યો. સૈન્યના સર્વ લોકો જે યોઆબની સાથે હતા નગરના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબના માણસોને ખબર પડી કે શેબા ત્યાં છે અને તેથી તેણે ત્યાં જઈને તે શહેરને ઘેરો ઘાલ્યો. તેમણે બહારના કોટની લગોલગ માટીનો ઢાળ બનાવ્યો અને નગરકોટ તોડવા લાગ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ આવીને બેથ-માકાના આબેલમાં તેને ઘેરી લીધો, ને નગરની સામે માટીનો મોરચો બાંધ્યો; તે [નગરના] કોટની લગોલગ આવેલો હતો. અને યોઆબની સાથે જે બધા લોક હતા, તેઓ ગામના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવવા લાગ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબનું લશ્કર આવી પહોંચ્યું, અને તેઓએ આબેલ-બેથ-માંઅખાહને ઘેરી લીધું. નગરની દીવાલની સામે કચરાનો ઢગલો ઉભો કર્યો અને નગરની દીવાલને તોડી પૅંડવા માંટે દીવાલમાંથી પથ્થરો તોડવાનું શરું કર્યું.