2 Samuel 20:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ ઇઝરાયલમાં વિશ્વાસુ અને શાંતિપ્રિય છે તેવા માણસોમાંની હું પણ એક છું. તું ઇઝરાયલના એક નગરનો અને માતાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શા માટે તું ઈશ્વરના વારસાને ગળી જવા ઇચ્છે છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તો ઇઝરાયલના સૌથી શાંતિપ્રિય અને વફાદાર નગરની છું. ઇઝરાયલની આ માતૃસમાન નગરીનો તમે શા માટે નાશ કરવા લાગ્યા છો? તમે તો ખુદ પ્રભુના વારસાનો જ વિનાશ કરવા બેઠા છો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ ઇઝરાયલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓમાંની હું પણ એક છું. તમે ઇઝરાયલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કરો છો. યહોવાના વારસાને તમે શા માટે નાશ કરવા માગો છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ શહેરના ઘણા વિશ્વાસુ અને શાંત મૅંણસોમાંની હું એક છું. તમે ઇસ્રાએલનું એક મોટું અને મહત્વના શહેરનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શા માંટે તમે યહોવાની મિલકતનો નાશ કરવા માંગો છો?”