2 Samuel 21:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગીત્તીને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગોબમાં પલિસ્તીઓ સાથે બીજી એક લડાઈ થઈ અને બેથલેહેમ નગરના યાઇરના પુત્ર એલ્હાનાનના પુત્રે ગાથ નગરનો ગોલ્યાથ, જેના ભાલાનો દાંડો વણકરની શાળ પરના લાકડા જેવો હતો તેને મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફરીથી ગોબ પાસે પલિસ્તીઓ સાથે યુદ્ધ થયું; અને બેથલેહેમી યાઅરે-ઓરગીમના દિકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તી, જેના ભાલાનો દાંડો વણકરની તોર જેવો હતો, તેને માર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફરીથી ગોબમાં પલિસ્તીઓ સાથે બીજું યુદ્ધ થયું એલ્હાનાએ ગિત્તી ગોલ્યાથના ભાઈને માંરી નાખ્યો, જેની પાસે એક ભાલો વણકરની સાળના પાટડા જેવો મોટો હતો.