2 Samuel 21:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બન્ને હાથને છ આંગળી તથા બન્ને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ગાથમાં બીજી એક લડાઈ થઈ. જેમાં એક રાક્ષસી કદનો યોદ્ધો હતો. તેને બન્ને હાથે છ છ આંગળીઓ હતી અને બંને પગે છ છ આંગળીઓ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક મોટો કદાવર માણસ હતો, જેના દરેક હાથમાં છ છ આંગળાં ને દરેક પગે છ છ આંગળાં, એટલે એકંદરે ચોવીસ આંગળાં હતાં; તે પણ રફાના પેટનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો.