2 Samuel 21:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદ રાજાએ ગિબ્યોનીઓને એકસાથે બોલાવીને કહ્યું, "હું તમારે માટે શું કરું? હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું, જેથી તમે ઈશ્વરના લોકોને તેમની ભલાઈ અને વચનોના વતનનો આશીર્વાદ આપો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદે ગિબ્યોનના લોકોને બોલાવીને પૂછયું, “તમારા પર થયેલા અન્યાયી અત્યાચારનું દોષનિવારણ હું શી રીતે કરું કે તમે પ્રભુના લોકોને આશિષ આપો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે ગિબ્યોનીઓને પૂછ્યું, “હું તમારે માટે શું કરું? હું શાથી પ્રાયશ્ચિત કરું કે તમે યહોવાના વતનને આશીર્વાદ આપો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા અને કહ્યું, “હું તમાંરા માંટે શું કરું? હું કેવું પ્રાયશ્ચિત કરું તો તમે યહોવાના લોકો અમાંરા માંટે પ્રાર્થના કરો કે, દેવ અમને આશીર્વાદ આપે?”