2 Samuel 22:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા સંકટને સમયે મેં પ્રભુને પોકાર કર્યો, ઈશ્વરને મેં મદદને માટે પોકાર કર્યો; ત્યારે તેમણે પોતાના મંદિરમાં મારો અવાજ સાંભળ્યો, અને મારા પોકાર પર તેમણે ધ્યાન આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા સંકટમાં મેં યહોવાને હાંક મારી, હા, મારા ઈશ્વરને મેં સંબોધ્યા; એટલે તેમણે પોતાના મંદિરમાંથી મારી વાણી સાંભળી, અને મારી અરજ તેમને કાને [પડી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો, માંરા દેવને મેં પોકાર કર્યો; યહોવાએ પોતાના મંદિરમાં સાદ સાંભળ્યો; અને માંરી અરજ તેને કાને પહોચી.