2 Samuel 23:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પછી ત્રીજા ક્રમે આગીનો દીકરો હરારનો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રિપુટીમાં ત્રીજા દરજ્જાનો સૈનિક હારારી નગરનો આગેનો પુત્ર શામ્મા હતો. પલિસ્તીઓ લેહી પાસે એકઠા થયા હતા. ત્યાં મસુરનું ખેતર હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાથી ઊતરતો આગે હારારીનો દિકરો શામ્મા હતો. [એક પ્રસંગે] પલિસ્તીઓ ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા, ત્યારે લોક પલિસ્તીઓ સામેથી નાસી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં.