2 Samuel 23:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કાપણીની શરૂઆતના સમયમાં ત્રીસ મુખ્ય શૂરવીરોમાંથી ત્રણ જણ અદુલ્લામની ગુફામાં દાવિદ પાસે ગયા. ત્યારે પલિસ્તીઓએ રફાઈમના ખીણપ્રદેશોમાં છાવણી નાખી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીસ મુખ્ય માણસોમાંથી ત્રણ જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલ્લામની ગુફામાં ગયા. અને પલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.