2 Samuel 23:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બનાયાએ એક દેખાવડા મિસરી માણસને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા તેની સામે ફક્ત લાકડીથી લડ્યો. તે મિસરીના હાથમાંથી બનાયાએ ભાલો ખૂંચવી લીધો અને તેના જ ભાલાથી તેને ખતમ કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એકવાર ભાલાથી સજ્જ એવા ઇજિપ્તીને તેણે મારી નાખ્યો. બનાયાએ તેના પર લાકડી વડે હુમલો કર્યો અને ઇજિપ્તીના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈને તેને તે વડે મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે એક દેખાવડા મિસરીને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો; પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો, ને મિસરીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ ભાલાથી તેણે તેનો પ્રાણ લીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો.