2 Samuel 23:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવારે ઉગતા સૂર્યના પ્રકાશ જેવો, સવારે વાદળો ના હોય ત્યારના અજવાળા જેવો અને વરસાદ પછી ભૂમિમાંથી કુમળું ઘાસ ઊગી નીકળે છે ત્યારના તેજસ્વી પ્રકાશ જેવો થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવો રાજા વૃષ્ટિ પછીની સવારે વાદળ વિનાના આકાશમાં પ્રકાશતા સૂર્યના જેવો છે; એનાથી ધરતીમાંથી ઘાસ ફૂટી નીકળે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સવારના, એટલે સૂર્યોદયના, પ્રકાશ જેવો, એટલે નિર્મેઘ સવાર [ના પ્રકાશ જેવો] થશે; [કે જ્યારે] વૃષ્ટિ પછીના ખુલ્લા પ્રકાશથી કુમળું ઘાસ ભૂમિમાંથી [ઊગી નીકળે છે].’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ જેવો વાદળ વિનાની સવાર જેવો થશે; વર્ષા પછી સૂર્યપ્રકાશથી ઊગી નીકળતાં કૂમળા ઘાસ જેવો તે થશે.’