2 Samuel 23:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદના મુખ્ય સૈનિકોનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેબેથ. અસ્ની અદીનોના નામે પણ ઓળખાતો હતો. એક વેળા એક જંગમાં તેણે એક સાથે આઠસો માણસોને મારી નાખ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદના શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ તો તાહુખમોની નગરનો યોશેબ બારશેબેથ હતો. તે ‘વીરત્રિપુટી’નો આગેવાન હતો. તેણે એક જ લડાઈમાં આઠસો માણસોને પોતાના ભાલા વડે વીંધી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદના શૂરવીરો હતા તેમનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેથ; જે અસ્ની અદીનોએ એક જ વેળાએ આઠસોને માર્યા હતા તે જ એ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે: પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો.