2 Samuel 24:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અરાવ્નાહે કહ્યું, "મારો માલિક રાજા પોતાના ચાકરની પાસે કેમ આવ્યો છે?" દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે ઈશ્વરને સારુ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે રાજા, મારા માલિક, આપ કેમ પધાર્યા છો?” દાવિદે જવાબ આપ્યો, “રોગચાળો બંધ થાય તે માટે તારા અનાજના ખળામાં પ્રભુને માટે વેદી બાંધવા માટે હું તે ખળું તારી પાસેથી ખરીદવા આવ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરાવ્નાહે પૂછ્યું, “મારા મુરબ્બી રાજા પોતાના સેવક પાસે કેમ આવ્યા છે?” દાઉદે કહ્યું, “લોકોમાંથી મરકી બંધ થાય, માટે યહોવાને અર્થે વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવા હું આવ્યો છું”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પૂછયું, “તમે માંરા રાજા, તમે તમાંરા સેવકને ત્યાં કેમ પધાર્યા છો?” દાઉદે ઉત્તર આપ્યો, “હું તારી આ જમીન ખરીદવા માંટે આવ્યો છું. અહીં હું યહોવાને માંટે યજ્ઞની વેદી બનાવીશ, જેથી લોકોમાં ફેલાયેલો મરકીનો રોગચાળાનો અંત આવે.”