2 Samuel 24:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ અરાવ્નાહને કહ્યું, "એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?" તેથી દાઉદે પચાસ શેકેલ (૫૭૫ ગ્રામ) ચાંદી આપીને ઘઉં ઝૂડવાની જમીન તથા બળદોને ખરીદી લીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ રાજાએ જવાબ આપ્યો, “ના, હું તેને માટે કિંમત ચૂકવીશ. જેને માટે કંઈ કિંમત ચૂકવવી પડી નથી એવો બલિ હું મારા ઈશ્વર પ્રભુને ચઢાવીશ નહિ.” અને તેણે અનાજનું ખળું અને સાંઢ ચાંદીના પચાસ સિક્કા આપી ખરીદયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ; પણ હું મૂલ્ય આપીને ખરેખર તે તારી પાસેથી વેચાતું લઈશ. મારા ઈશ્વર યહોવાની આગળ મને મફત મળેલાનાં દહનીયાર્પણ હું નહિ જ કરીશ.” માટે દાઉદે તે ખળી તથા બળદો પચાસ શેકેલ રૂપું આપીને ખરીદ કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ રાજાએ કહ્યું, “ના, માંરે તને એના પૈસા આપવા જોઈએ. માંરા દેવ યહોવાને હું મફતનું દહનાર્પણ નહિ ધરાવું.” આથી દાઉદે પચાસ ચાંદીના શેકેલ આપીને ખળી અને બળદ ખરીદી લીધાં.