2 Samuel 3:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, "આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ હેબ્રોનમાં હતો તે સમયે આબ્નેરે સંદેશકો મોકલીને તેને કહેવડાવ્યું, “આ દેશ પર કોણ રાજ કરવાનું છે? મારી સાથે કરાર કર અને હું તને ઇઝરાયલને તારે પક્ષે કરી દેવામાં મદદ કરીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી આબ્નેરે પોતા તરફથી દાઉદ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “દેશ કોનો છે?” વળી એમ પણ કહાવ્યું, “મારી સાથે સલાહ કર, એટલે જો, સર્વ ઇઝરાયલને તારા પક્ષમાં ફેરવી લાવવાને મારો હાથ તારી મદદે રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આબ્નેરે સંદેશવાહકને દાઉદ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું. “આ ધરતી કોની છે? માંરી સાથે કરાર કર, તો હું સર્વ ઇસ્રાએલીઓને તારી સત્તા હેઠળ લાવવામાં મદદરૂપ થઈશ.”