2 Samuel 3:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, "ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્નેરે ઇઝરાયલના આગેવાનો સાથે મંત્રણા કરતાં કહ્યું, “લાંબા સમયથી તમે દાવિદ તમારો રાજા બને એવી માંગણી કરતા રહ્યા છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આબ્નેરે ઇઝરાયલના વડીલોની સાથે વાતચીત કરીને કહ્યું, “ગતકાળમાં તમારો રાજા થવા માટે તમે દાઉદને માગતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમય દરમ્યાન આબ્નેરે ઇસ્રાએલના આગેવાનો સાથે વાટાઘાટ કરી હતી. “તમે કયારના દાઉદ તમાંરો રાજા થાય તેમ ઈચ્છતા આવ્યા છો.