2 Samuel 3:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદને વયાનુક્રમે આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા: આમ્મોન, જેની માતા અહિનોઆમ યિભએલની હતી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા: તેનો પ્રથમજનિત આમ્મોન હતો, તે અહિનોમ યિઝ્ર એલીના પેટનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેબ્રોનમાં દાઉદને ત્યાં છ પુત્રોનો જન્મ થયો. તેનો જયેષ્ઠ પુત્ર આમ્નોન હતો. દાઉદની પત્ની આહીનોઆમ જે યિઝએલની હતી તેને જન્મ આપ્યો હતો.