2 Samuel 3:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, "નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબ અને તેના સૈનિકો પણ પાછા આવી પહોંચ્યા ત્યારે યોઆબને ખબર પડી કે આબ્નેર દાવિદ રાજાને મળવા આવ્યો હતો અને તેને સલામતીની ખાતરી સાથે પાછો મોકલવામાં આવ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆબ તથા તેની સાથેનું સર્વ સૈન્ય આવ્યા પછિ યોઆબને ખબર મળી, “નેરનો દિકરો આબ્નેર રાજાની પાસે આવ્યો હતો, પણ રાજાએ તેને વિદાય કર્યો ને તે શાંતિએ ગયો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે યોઆબ પોતાની સાથેના માંણસો સાથે આવી પહોંચ્યો ત્યારે તેને જણાવવામાં આવ્યું કે, “આબ્નેર રાજા પાસે આવ્યો હતો, છતાં તમે તેને સુરક્ષાની ખાતરી સાથે પાછો વિદાય કર્યો છે.”