2 Samuel 3:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆબે રાજા પાસે આવીને કહ્યું, ''તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યોઆબે દાવિદ પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યું? આબ્નેર તમારી પાસે આવ્યો ત્યારે તમે તેને એ રીતે કેમ જવા દીધો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તમે [આ] શું કર્યું છે? જો, આબ્નેર તમારી પાસે આવ્યો, ત્યારે તમે તેને વિદાય કરી દીધો, ને તેતદન જતો રહ્યો, એમ કેમ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યોઆબે રાજાની પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યુ! આબ્નેર તમાંરી પાસે આવ્યો હતો છતાં તમે તેને સુરક્ષા સાથે પાછો વિદાય શા માંટે કર્યો? તમે આબ્નેરને નથી ઓળખતાં?